જ્ન્મ મરણ ની માહિતી


  • જન્મની નોંધણીએ બાળકનો હક્ક છે અને તેની ઓળખ સ્થાપવા માટેનું પ્રથમ પગલું છે. જન્મ અને મરણ નોંધણી અધિનિયમ, ૧૯૬૯ હેઠળ રજીસ્ટ્રારને દરેક જન્મ અને મરણની જાણ કરવી ફરજીયાત છે. જો ઘરમાં બનાવ બન્યો હોય તો, રજિસ્ટ્રાર (જન્મ-મરણ) ને જન્મ અને મરણના બનાવની જાણ કરવાની જવાબદારી કુટંબના વડાની છે. હોસ્પિટલો, નર્સિંગહોમ, આરોગ્ય કેન્દ્રો, વગેરે ખાતે બનતાં જન્મ અને મરણના બનાવની સબંધિત રજીસ્ટ્રાર (જન્મ-મરણ) ને જાણ કરવાની જવાબદારી જે તે સંસ્થાના ઇનચાર્જ અધિકારીની છે. જન્મ કે મરણનો બનાવ જ્યાં બન્યો હોય તેજ વિસ્તારમાં તેની નોંધણી થાય છે. જન્મની નોંધણી માટે ફોર્મ નં. ૧, મરણની નોંધણી માટે ફોર્મ નં. ૨ અને મૃત જન્મની નોંધણી માટે ફોર્મ નં. ૩નો ઉપયોગ કરવામાં આવે છે.

જન્મની નોંધ કરાવવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
• બાળકના જન્મની નોંધ ૨૧ દિવસની અંદર કરાવવાની હોય છે.
• જો ૨૨ દિવસ થી ૩૧ દિવસ સુધી ૫રૂ. લેટ ફી લઈને નોંધ કરવામાં આવે છે.
• ૧ મહિનાથી ૧૨ મહિના સુધી જીલ્લા પંચાયત રજીસ્ટ્રાર દ્વારા નોંધ કરવામાં આવે છે.
• ૧ વર્ષ થી ઉપર નામદાર કોર્ટનો હુકમ માન્ય રાખી નોંધ કરવામાં આવે છે.બાળક નું નામ ૧૫ વર્ષ સુધી લખાવી શકાય છે. બાળકનું નામ એક વાર લખાવ્યા પછી સુધરાવી શકાશે નહિ.
મરણની નોંધ કરાવવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
• મૃત્યુ થયેલ વ્યક્તિની નોંધ ૨૧ દિવસની અંદર કરાવવાની હોય છે.
• ૨૨ દિવસ થી ૩૧ દિવસ સુધી ૫રૂ. લેટ ફી લઈને નોંધ કરવામાં આવે છે.
• ૧ મહિનાથી ૧૨ મહિના સુધી જીલ્લા પંચાયત રજીસ્ટ્રાર દ્વારા નોંધ કરવામાં આવે છે.
• ૧ વર્ષ થી ઉપર નામદાર કોર્ટનો હુકમ માન્ય રાખી નોંધ કરવામાં આવે છે.

જન્મ- મરણ શાખાની વધુ માહિતી માટે નીચે આપેલ કર્મચારીશ્રીનો સંપર્ક કરવો.

શ્રી અતુલભાઇ સી. નાયક - 7096608761

નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગર સેવા સદન ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો નગર સેવા સદન ના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.
All rights reserved @ Unjha Nagarpalika

સંપર્ક:- ઊંઝા નગરપાલિકા, ઊંઝા
(O). 02667247501 E-Mail : np_unja@yahoo.co.in