નમસ્કાર

 

શહેરના તમામ નાગરરિકોને સત સત નમન,

 

                   નગરના પ્રથમ નાગરિક તરીકે અને જનસેવક તરીકે હું નગરના તમામ નાગરિકોનો હદય પૂર્વક આભાર માનું છું કે અમોને જનસેવા કરવાની તક આપી છે. હું વિશ્વાસ આપું છું કે નગરનો સર્વાંગી વિકાસ કરવો અને નગરના નાગરિકોને સરકારની તમામ પાયાઓની સેવાઓનો લાભ પહોચાડવો અને પ્રજા કલ્યાણકરી કાર્યો કરવા એ અમારી સર્વ પ્રથમ પ્રાથમિકતા છે.

 

                   ૨૧ મી સદી એ આધુનિકતાનો યુગ છે જેમાં નાગરિકોને ડિઝિટલી માહિતી ઘર બેઠા પ્રાપ્ત થઈ શકે છે અને જેથી વિશ્વ એકદમ નાનું થઈ ગયું છે. આજના આ આધુનિક યુગમાં ગુગલના મધ્યમથી દેશ વિદેશોની પરિસ્થિતી, આવિષ્કારો, નવતર પ્રયોગો, સરકારશ્રીના પ્રજાલક્ષી કાર્યો વગેરે ની તમામ માહિતી નાગરિકો ગુગલ માથી મેળવી શકે છે. સરકારની પ્રજાલક્ષી વિવિધ યોજનાઓ નાગરિકો સુધી પહોચાડવા માટેનું સરળ માધ્યમએ વેબસાઇટ / સોસિયલ મીડિયા છે. ઊંઝા નગરપાલિકા શહેરના તમામ નાગરિકોની સેવાઓમાં એક મહત્વની સેવાના મોરપીંછની કલગી ઉમેરી રહી છે સેવાનું નામ છે “ઊંઝા નગરપાલિકાની વેબસાઇટ.” આ વેબસાઇટના માધ્યમથી નાગરીકો પોતાની જરૂરિયાત મુજબ માહીતી મેળવી શકશે અને હરહમેશ નગરપાલિકાની કાર્યપધ્ધતિથી અવગત રહેશે.

 

                   ઊંઝા નગરપાલિકાની વેબસાઇટ, પ્રારંભ કરાવવાના આ શુભ પ્રસંગે શહેરના પ્રથમ નાગરિક તરીકે ઊંઝા શહેરના તમામ નાગરિકોનો અને સમગ્ર વિશ્વમાં ફેલાયેલા ઊંઝાના વતનીઓને હું હાર્દિક શુભેચ્છા પાઠવું છુ. ઊંઝા શહેરના નાગરિકો તથા દેશ વિદેશમાં રહેતા ઉઝાવાસીઓ માટે આ વેબસાઇટ ધ્વારા આપનો તથા ઊંઝાનો વર્ષો જૂનો નાતો ફરી તાજો થાય અને આપણે સાથે મળી ઊંઝા શહેરને વધુ ને વધુ પ્રગતિના પંથે લઈ જઈએ એજ અભ્યર્થના સહ...

 

વંદે માતરમ.... ભારત માતા કી જય...
 
આભાર.

 

 Mrs.Jignaben Patel 
President

નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગર સેવા સદન ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો નગર સેવા સદન ના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.
All rights reserved @ Unjha Nagarpalika

સંપર્ક:- ઊંઝા નગરપાલિકા, ઊંઝા
(O). 02767247501 E-Mail : np_unja@yahoo.co.in