|
ઊંઝાનો ટુકો ઇતિહાસ
- ઊંઝા એ પ્રાચીન અને ઐતિહાસિક નગર છે. ઉમિયા માતાના મંદિરના નામ ઉપરથી ઊંઝા શહેરનું નામ પડ્યું હોય તેમ માનવામાં આવે છે. ઉમિયા માતાના મંદિરના કારણે આ શહેર ધાર્મિક રીતે પ્રખ્યાત નામ ધરાવે છે. ઉમિયા માતાજી કડવા પાટીદારની કુળદેવી મનાય છે જેથી ધાર્મિક દ્રષ્ટિએ ઘણું પ્રખ્યાત છે.
- એશિયા ખંડમાં મોટામાં મોટી ખેતપેદાશોના વેચાણનું બજાર આ શહેરમાં આવેલું છે એટલે શહેર દેશ વિદેશમાં ખ્યાતના બનેલ છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કે જેમાં જીરુ, વરિયાળી મોટા પાયે વેપારની વધતી જતી પ્રવૃત્તિ છે.
- આ શહેર અમદાવાદ-દિલ્હી બ્રોડગેજ રેલ્વે લાઈન ઉપર આવેલ છે અને અમદાવાદથી અંદાજિત 98 કિલોમીટરના અંતરે અને રાજ્યની રાજધાની ગાંધીનગર શહેર થી અંદાજિત 85 કિલોમીટરના અંતરે આવેલ છે.જ્યારે જિલ્લા ના મુખ્ય મથક મહેસાણા થી 25 કિલોમીટરના અંતરે આવેલ છે.
- ઊંઝા શહેર સ્ટેટ હાઇવે તથા રેલ્વે દ્વારા ગુજરાતના અન્ય ભાગો તેમજ નજીકના રાજ્યો સાથે સંકળાયેલ છે. ઊંઝા શહેર નો વિસ્તાર સમતળ છે અને આસપાસની જમીનનો ફળદ્રુપ અને ખેતીલાયક છે.
- આ શહેરમાં પ્રાથમિક શાળા થી લઈને કોલેજ સુધીના શિક્ષણ માટેની પૂરતી સંસ્થાઓ આવેલી છે તેમજ ટેકનિકલ સંસ્થાઓ પણ આવેલ છે.
- ઊંઝા નગરમાં ફાયર બ્રિગેડ અને અગ્નિસામક જેવી સેવાઓ પણ ઉપલબ્ધ છે. ઊંઝા શહેર વિસ્તારમાં બે અગ્નિસામક વાહનો સેવામાં કાર્યરત છે જેમાં એક વાહનનું સંચાલન ઊંઝા નગરપાલિકા તથા બીજા વાહનો સંચાલન એપીએમસી ઊંઝા દ્વારા થાય છે. નગરપાલિકા દ્વારા રાહત દરે દર્દીઓને હોસ્પિટલે લઇ જવા લાવવા સારું એમ્બ્યુલન્સની સેવા પૂરી પાડવામાં આવે છે.
|
|